Gujarat Election : પાટીલે કહ્યું, કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગુજરાતના ખેડૂતો ખુશ છે, AAPના નેતા ઇસુદાને શું આપી પ્રતિક્રિયા?

ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ફરી એકવાર કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમજ દાવો કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગુજરાતના ખેડૂતો ખુશ છે.

Continues below advertisement

અમદાવાદઃ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ફરી એકવાર કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમજ દાવો કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગુજરાતના ખેડૂતો ખુશ છે. ત્યારે હવે પાટીલના નિવેદન સામે આપના નેતા અને  આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. 

Continues below advertisement

તેમણે કહ્યું કે, મારી આ બંને નિવેદનો મુદ્દે પાટીલજીને ચેતવણી છે, કયા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠ ફેલાવો છો. તેમણે કેજરીવાલ પર આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અમે દિલ્લી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી આપી છે અને ગુજરાતમાં પણ આપી છે. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત છે. તમને ખુલ્લી ચેલેન્જ છે. આવો ખુલ્લીને ડિબેટ કરીએ. તમે તૈયાર થઈ જાવ. તમે કહેશો તે દિલ્લીના નેતા ડિબેટ કરશે. ડિબેટમાં મુદ્દાઓ મુકીશું અને ગુજરાતની જનતા વચ્ચે ડિબેટ કરીએ. ભાજપ ડરી ગઈ છે. મને ખબર છે કે, તમારા પણ ખૂબ દબાણ છે. તમે ગુજરાત હેન્ડલ નથી કરી શક્યા. તમે ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો. 

આજે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર પ્રતિક્રિયા આપતાં સી.આર. પાટીલે કહ્યું કે, મારે એમના માટે કંઇ કહેવાની જરૂર જોતો નથી. પરંતુ મારી આપના માધ્યમથી એટલી રિક્વેસ્ટ છે કે ખોટું બોલવાનું બંધ કરી દે. લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. ગુજરાતના લોકો આવી રેવડીથી ક્યારેય ટેવાયેલા નથી. 

Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરા આવી રહ્યા છે. જો કે તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એક ટ્વીટના કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે.

શું લખ્યું ઈસુદાન ગઢવીએ

ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલ જીનો બરોડામાં કાર્યક્રમ ન થયા તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. ! કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.

ઈસુદાન ગઢવી આ ટ્વીટ પર રિપ્લાય આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમો કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.

કેજરીવાલ-સિસોદીયા આવશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે.

આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.

પ્રિયંકા ગાંધી આવશે વડોદરા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Continues below advertisement
Sponsored Links by Taboola