સુરતઃ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ લોકોના રોષનો ભોગ બન્યા હતા. પ્રચાર દરમ્યાન ઓલપાડના કુડસદ ગામે ધારાસભ્ય પહોંચ્યા હતા. ગામના તળાવમાં ચાલી રહેલા માટી ખનન બાબતે કેટલાક ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
પંચાયતથી લઈ કલેક્ટર ફરિયાદ સુધી કરી હોવાનો ગ્રામજનો દ્વારા દાવો કરાયો હતો. આજે પ્રચાર દરમ્યાન કુડસદ પહોંચેલા ધારાસભ્યને ચાલુ સભામાં ગ્રામજનોએ આડેહાથ લીધા હતા. વિરોધ થતા મુકેશ પટેલ સભા છોડી કાર્યકરો સાથે ચાલતી પકડી હતી. પ્રચાર બેનરમાં મુકેશ પટેલના ચેહરા પર ચોકડી મારી શાહી લગાવી દીધી હતી.
Gujarat Elections 2021 : ચાલુ સભામાં ભાજપના ધારાસભ્યને લોકોએ લીધા આડેહાથ, વિરોધ થતાં ચાલતી પકડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2021 01:54 PM (IST)
આજે પ્રચાર દરમ્યાન કુડસદ પહોંચેલા ધારાસભ્યને ચાલુ સભામાં ગ્રામજનોએ આડેહાથ લીધા હતા. વિરોધ થતા મુકેશ પટેલ સભા છોડી કાર્યકરો સાથે ચાલતી પકડી હતી.
તસવીરઃ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે વિરોધ થતા ચાલતી પકડી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -