ગાંધીનગર: કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ કેટલાક વિસ્તારમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જેનો અમલ આજ મધ્યરાત્રીથી કરવામાં આવશે. સુરતમાં સલાબતપુર,મહિધરપુરા,લાલગેટ,અઠવાલાઇન્સ અને લિબાયત પોલીસ સ્ટેશનના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

સીએમઓ સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, સુરતમાં કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે. આ અગાઉ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં કોવિડ19 કેસોના વધતા કેસોને અટકાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.