સુરતઃ સોશિયલ મીડિયામાં રૂપાણી સરકારના મંત્રી ગણપત વસાવાનો વિડિયો વાયરલ થયો છે. ગણપત વસાવાએ નામ લીધા વગર ભાજપના જ નેતાને ટાર્ગેટ કરી રહ્યા છે. નેતાના ભૂતકાળની ભાષણમાં ચર્ચા કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં 200 અને 500 રૂપિયા ના તોડ પાડી પોતાનું ઘર ચલાવવું પડતું હતું એ દિવસ ભૂલી ગયા.

આજની જાહોજલાલી ગણપત વસાવાના લીધે છે. રોડ પર ટોલા ફરે એ પણ મારી જાહોજલાલીના છે. સરકારમાંથી એક જ ઓર્ડર કરાવું એટલે કાલથી બધા ટોલા બંધ. કોઈપણ ચમરબંધ હશે એને ચલાવી લેવામાં આવશે નઈ. આવનારા દિવસોમાં એમને ઠેકાણે પાડી દેવાના છે. વીડિયોને લઇ હાલ તાલુકા અને જિલ્લામાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

ગણપત વસાવા સાથે એબીપી અસ્મિતાની આ વીડિયો મુદ્દે વાતચીત થઈ હતી. ગત 24 તરીકે સસ્પેન્ડ કરાયેલ માજી જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુ માનાભાઈ વસાવા અને ચંદુ વિશ્રામ વસાવા વિશે વીડિયોમાં ચર્ચા કરી હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો. ગત 24 તારીખના પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈ જિલ્લા પ્રમુખે બંનેને સસ્પેન્ડ કર્યા હતા.