Surat: સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં શિવપૂજા અભિષેક નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલ અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં મોડી સાંજે અચાનક જ આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દરમિયાન સ્પા સેન્ટરમાં કામ કરતી બે યુવતીનું આગના ધૂમાડાથી ગૂંગળામણના કારણે મોત થયું હતું. શહેરના સીટીલાઈટ વિસ્તારમાં શિવ પૂજા અભિષેક નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલ અમૃતયા સ્પા એન્ડ સલુનમાં સાંજે અચાનક જ આગ લાગી હતી. ગણતરી મિનિટોમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા સ્પા એન્ડ સલૂનમાં લાગેલી આગ નીચે આવેલ જિમ સુધી પહોંચી જતા જિમ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. જેના કારણે સ્પામાં કામ કરતી મનીષા અને અનિશા નામની બે યુવતીઓના મોત નીપજ્યા હતા.બંને યુવતીઓનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. ત્રણ યુવતીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે યુવતીઓ બાથરૂમમાં ફસાઇ જતા તેમનું મોત થયું હતું. બંને યુવતીઓ નોર્થ ઇસ્ટની રહેવાસી હતી.
સ્પામાં આગ લાગવાથી બંને યુવતીઓ પોતાના બચાવ માટે સ્પાની અંદર બનાવેલ રૂમની અંદર આવેલા બાથરૂમમાં ફસાઇ ગઇ હતી. જેના કારણે ધૂમાડાના કારણે ગૂંગળામણથી બંનેના અંદર જ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ સુરત ફાયર કંટ્રોલ વિભાગ દ્વારા શહેરના પાંચ અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 15 થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર જયદીપ ઈસરાણીએ સ્પાની અંદર કાચનો દરવાજો તોડી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
2 યુવતીઓએ પોતાને બાથરૂમમાં બંધ કરી દીધી
આગ લાગતા બે યુવતીઓએ પોતાને બાથરૂમમાં બંધ કરી દીધી હતી, જ્યારે ત્રણ છોકરીઓ કોઈક રીતે હિંમત કરીને બહાર આવી હતી. બાથરૂમમાં બંધ બંને યુવતીઓનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આ બંને યુવતીઓ નોર્થ ઇસ્ટની રહેવાસી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો અને સ્પા સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી!
ફાયર બ્રિગેડની ટીમ સ્પા સેન્ટરમાં પ્રવેશી ત્યારે બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. ટીમ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ થતાં ડીસીપી સુરત વિજય ગુર્જર અને ડિવિઝનલ ફાયર ઓફિસર હરીશ ગઢવી પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જો કે ફાયર બ્રિગેડની ટીમ આગનું કારણ શોધવામાં વ્યસ્ત છે.