Surat News:  તહેવારોની સિઝનમાં દેશના વિવિધ શહેરોમાંથી યુપી-બિહાર જનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળે છે. આમાંના મોટાભાગના લોકો તેમના ઘરે પહોંચવા માટે ટ્રેનો પર નિર્ભર છે. પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરમિયાન સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.






દિવાળી અને છઠ પહેલા શનિવારે (26 ઓક્ટોબર)  સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં ANI સાથે વાત કરતા એક મુસાફરે કહ્યું, "અમે ગઈકાલ સાંજથી લાઈનમાં ઉભા છીએ. અમને ટિકિટ મળી નથી. એજન્ટો 2,000 રૂપિયા કમિશન લીધા પછી પણ ટિકિટ આપતા નથી. અમારે બિહારના ભાગલપુર જવાનું છે. અત્યારે સુરત-ભાગલપુર ટ્રેન છે પરંતુ અમને સીટ મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.


મોટાભાગની ટ્રેનો ફૂલ છે


ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોના એસી કોચના કોઈપણ વર્ગમાં ટિકિટ મેળવવી હવે મુશ્કેલ બની ગઈ છે. તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે તત્કાલ ટિકિટ એ એકમાત્ર વિકલ્પ છે. રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર સવાર-સાંજ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારોની સિઝનમાં મુસાફરોને રાહત આપવા માટે, રેલવેએ ઘણી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી છે, પરંતુ હજુ પણ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. 


દિવાળી અને છઠ પૂજા દરમિયાન ઘરે જતા લોકોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની સાથે નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવી રહ્યા છે. ઉત્તર રેલવેએ અત્યાર સુધીમાં 3050 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. ટ્રેનોમાં 59 વધારાના કોચ લગાવીને 2.25 લાખથી વધુ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. 


 


Dhanteras 2024:ધનતેરસના પર્વે આ ચીજોની ખરીદી રહેશે શુભ, મહાલક્ષ્મીના વરસશે આશિષ