સુરતમાં શાની આડમાં કરાતું હતું ગુટખાનું વેચાણ ? જાણીને ચોંકી જશો, પોલીસે કઈ રીતે વેચનારને ઝડપ્યો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2020 09:29 AM (IST)
ભટાર વિસ્તારમાં કાપડિયા હેલ્થ ક્લબ નજીક ડેરીની આડમાં ગુટકાનું વેચાણ ચાલુ હતું.
સુરતઃ ગુજરાતમાં લોકડાઉનના કારણે ગુટખા-પાન-મસાલાનું વેચાણ બંધ હોવાથી તેના બંધાણીઓની હાલત ખરાબ છે. આ બંધાણીઓ મોં માગ્યા દામ આપીને ગુટખા-પાન-મસાલા ખરીદે છે ત્યારે તેમની ગરજનો લાભ લેવા માટે કેટલાક લોકો જાત જાતના નુસખા અજમાવીને ગુટખા-પાન-મસાલા વેચે છે. આવી જ એક ઘટનામાં સુરત ભટારમાં ડેરીની આડમાં ગુટખાનું વેચાણ કરાતું હતું. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને જેલભેગો કર્યો છે. ભટાર વિસ્તારમાં કાપડિયા હેલ્થ ક્લબ નજીક ડેરીની આડમાં ગુટકાનું વેચાણ ચાલુ હતું અને ગુટખા-પાન-મસાલાના બંધાણીને મેસેજ મોકલીને ચોરીછૂપીથી ઉંચા ભાવે ગુટખા-પાન-મસાલા વેચાતા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાં પોલીસે દરોડો પાડીને ડેરીની આડમાં ગુટખાનું વેચાણ કરી રહેલા રાજુ બસંત વિજયવર્ગીય નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.