સુરતઃ આજથી રાજ્યભરમાં ધોરણ 10-12ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ છે. પરિક્ષાને લઇને સુરતથી ખાસ સમાચાર સામે આવી રહ્યાં છે. અહીંની એક સ્કૂલના 54 વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષાની હૉલ ટિકીટ ન મળતા હંગામો શરૂ થઇ ગયો છે.



માહિતી અનુસાર, આક્રોશિત વાલીઓ અને વિદ્યાર્થીઓએ સુરતની રાંદેર પ્રભાતતારા સ્કૂલમાં હંગામો કર્યો હતો. વાલીઓના ટોળાએ સ્કૂલમાં ઘૂસી જઇને તોડફોડ શરૂ કરી હતી, જોકે પોલીસે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાળવા પ્રયાસ કર્યો હતો.




અહીંની સ્કૂલના 54 વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષાની હૉલ ટિકીટ મળી શકી નહીં, જેને લઇને વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં હંગામો શરૂ કરી દીધો હતો.