સુરતઃ ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનનું ત્રણ દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ તેમાં મુસાફરી પણ કરી હતી. અમદાવાદમાં રાજ્યના વધુ એક શહેરમાં મેટ્રો દોડશે. ડાયમંડ નગરી સુરતમાં પણ આગામી સમયમાં મેટ્રો દોડતી જોવા મળશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને દિલ્હી ખાતે DPRએ મંજૂરી આપી દીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં એક્સપેન્ડિચર સેક્રેટરી જી સી મુરમુની અધ્યક્ષ સ્થાને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠક મળી હતી, આ બેઠકમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ પર DPRએ મંજૂરીની મહોર લગાવી છે. સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ 12114 કરોડના DPRને મંજૂર કરાયો છે. દિલ્હી ખાતે મળેલી આ બેઠકમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના MD પણ ઉપસ્થિત હતા.


દિલ્હીમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની મિટિંગમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સુરત મેટ્રોમાં અમદાવાદની જેમ જ પ્રાથમિક તબક્કે બે કોરિડોર હશે. જેની લંબાઇ 40.35 કિમીની હશે. જેમાં કોરિડોર એક સરથાણાથી ડ્રિમસિટી 21.61 કિમીનો હશે. ત્યારબાદ કોરિડોર 2 ભેંસાણથી સરોલી સુધીનો હશે જેની લંબાઇ 18.74 કિમીની હશે.


PM મોદીએ લીલીઝંડી આપેલી ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનના પાયલટે શું કહ્યું ? જુઓ વીડિયો


PM મોદીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી બાળકો સાથે કર્યો સંવાદ, જુઓ વીડિયો