સુરતઃ આજે હાર્દિક પટેલ ,અલ્પેશ કથીરિયા સહિત આગેવાનો કઠોર કોર્ટમાં હાજર રહ્યા હતા. આવનારી ૩ જાન્યુઆરીએ આગામી કોર્ટની તારીખ છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોર્ટ બહાર આપ્યું નિવેદન, પાટીદાર અનામત આંદોલન ના ખોટા કેસ હજી સુધી નથી ખેંચાયા. પાટીદાર આંદોલનથી યુવાનોને અનેક યોજનાઓનો લાભ મળ્યો છે.


હાર્દિક પટેલે કહ્યું કે, લોકોના હિતમાં કરાયેલા આંદોલનથી ઘણા લોકોને ફાયદો થયો છે. નેતાઓ અને આગેવાનો સરકાર સામે આક્રમક વલણ અપનાવે. આનંદીબેન પટેલ, નીતિન પટેલ અને ભુપેન્દ્ર પટેલની સરકારો દ્વારા ફક્ત જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ હજી પણ સમાજના યુવાનો, મહિલાઓ, કોર્ટ કેસમાં ધક્કાખાય રહ્યા છે. સરકાર ફક્ત વાયદોઓ કરે છે અમલીકરણ નથી કરી રહ્યા.


નોંધનીય છે કે, ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ પ્રવાસ દરમિયાન પાટીદાર આંદોલનને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પાટીદાર આંદોલનના ઘણા કેસો પાછા ખેંચાયા છે અને 78 જેટલા કેસ ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.


આ ઉપરાંત તેમણે કહ્યું, રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે.  આગામી ચૂંટણીને લડતાં પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આવનારી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંનો રિપીટ થિયરી ચોક્કસ અપનાવવામાં આવશે. સેનેટ અને સિન્ડિકેટ ચૂંટણીમાંનો રિપીટ થિયરી અપનાવાશે.


એરપોર્ટ પર સી.આર પાટીલે મોહન કુંડારિયાની નોંધ લીધી હતી. સી.આર. પાટીલે કહ્યું, મોહન કુડારિયા ક્યાં ગયા. મોહન કૂડારિયાએ કહ્યું આ રહ્યો. રાજકોટ આવેલા સી.આર. પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.


 


રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ પર સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોની નજર છે. રાજકીય આગેવાનોની સાથે સાથે લોકોની પણ નજર છે. આજે આખો દિવસ સી.આર રાજકોટમાં છે. ક્યા ક્યા નેતાઓ ઉપસ્થિત રહેશે અને ક્યા ક્યા નેતાઓ ગેરહાજર રહેશે તેના પર સૌ કોઈની નજર છે. આવતા દિવસોમાં શહેર ભાજપમાં કિંગમેકર કોણ તેના પર સૌકોઈની નજર છે.