સુરત: સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ઇડી અને ડીઆરઆઇએ રૂબી સ્ટોનના નામે સિન્થેકિટ રૂબીના પેન્ડન્ટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અંદાજે રૂપિયા એક હજાર કરોડના હવાલા કાંડમા ત્રણ કંપનીઓ સામેલ છે. ઇડીએ 25 લાખ રોકડા અને 10 કરોડ રૂપિયાની ગોલ્ડ-ડાયમંડ જ્વલેરી જપ્ત કરી હતી. ઇડી બાદ ડીઆરઆઇએ તપાસ કરી હતી અને હાલ સ્ટેટ જીએસટીની ટીમ દરોડામાં સામેલ થઈ છે. હલકી કક્ષાના સ્ટોન વિદેશ મોકલી તેની આડમાં હવાલા મારફત રૂપિયા મોકલાતા હતા. સમગ્ર કૌભાંડ ત્યારે પકડાયુ જ્યારે સ્ટોનનું પેમેન્ટ થઈ જતુ હતું પરંતુ તેની પર વેલ્યુ એડિશન થયા બાદ જે માલ વિદેશ મોકલાતો હતો તેનું પેમેન્ટ ભારતમાં આવતુ નહતું. એટલે એક રીતે વિદેશી હુંડિયામણનું પણ નુકસાન થતું હતું.
SEZની સાગર ડાયમંડ, સાગર એન્ટપ્રાઇઝ અને આર.એચ.સી.ગ્લોબલ વિદેશથી રૂબી મગાવી પેન્ડન્ટ એક્સપોર્ટ કરતી હતી. ઇડી અને ડીઆરઆઇને આ ત્રણ કંપનીના ધંધામાં કંઈક ગોલમાલ થવાની શંકા ગઈ. આ કંપનીઓ વિદેશથી ઇમ્પોર્ટ રૂબીનું પેમેન્ટ ડોલરમાં કરતી હતી પણ જે પેન્ડન્ટ એક્સપોર્ટ કરતી હતી તેનું પેમેન્ટ 3 વર્ષથી આવતું જ ન હતું. તપાસ એજન્સીઓએ તપાસ કરી તો ખબર પડી કે, જે રૂબી ઇમ્પોર્ટ થતી હતી તે સિન્થેટિક રૂબી હતા અને તેનું પેમેન્ટ ઓરીજીનલ તરીકે થતું હતું. ખરેખર જે વિદેશ હૂંડિયામણ ભારતથી વિદેશમાં જતું હતું તે રૂબીનું પેમેન્ટ નહીં પણ હવાલાના રૂપિયા હતા. રૂબીથી જે પેન્ડન્ટ બનાવાતા હતા તેના પર 5 ટકા મેકિંગ ચાર્જીસ બતાવી વિદેશ એક્સપોર્ટ કરાતા હતા પરંતુ તે ડુપ્લિકેટ જ હતા અને તેનું પેમેન્ટ આવતું જ ન હતું. ઇડી, ડીઆરઆઇ અને જીએસટી આ કેસની તપાસ રાત્રે પણ કરી રહી હતી અને સ્ટોક-પેમેન્ટનો હિસાબ કરી રહી છે, એક અંદાજ મુજબ જે પેમેન્ટ વિદેશ મોકલાતું હતું તેમાંથી 90 ટકાથી વધુની રકમ હવાલાની જ હતી.
સુરતમાં ડાઈંગ મિલમાં કામ કરતા આધેડ મશીનમાં ફસાઈ જતા મોત
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. 69 વર્ષીય વૃદ્ધ ડાઈંગ મિલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતા તેમનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ રામ તહલ યાદવ છે જેઓ મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલ મિલ્કીપૂર વિધાનસભામાં આવેલ ડબલપૂર ગામના રહેવાસી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહીને પરિવારને આર્થિક મદદરૂપ થતા હતા. આ ઘટના થતા જ પરિવાર શોકમાં ગરકાર થઈ ગયો છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.