Rain: આજે વહેલી સવારથી સુરત જિલ્લામા ભારે વરસાદ પડી પહ્યો છે, જિલ્લાના કેટલાય ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો છે. આ બધાની વચ્ચે માહિતી છે કે સુરતના બારડોલીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.  




સવારથી જ સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. બારડોલી ઉપરાંત મહુવા, પલસાણા સહિતના તાલુકાઓમાં પણ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં ભારે વરસાદથી બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈ-વે પણ પ્રભાવિત થયો છે,




અહીં રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશન થયા છે, અને વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં ખાબકેલા વરસાદથી અનેક ગામો પાણી પાણી થયા છે, શાળા-કૉલેજોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે, પાણી લોકોના ખેતરોમાં ફરી વળતા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે.




દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર, સુરત, તાપી, નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ


સુરત : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે  પાણી ભરાયા છે.  કડોદરા ખાતે ચોકડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  ચામુંડા હોટેલ અને આજુબાજુની દુકાનમાં જવાના રસ્તામાં પાણી ભરાયા છે.  પાણીના નિકાલના અભાવે અને પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયા છે.  હોટેલમાં તેમજ અન્ય દુકાનના ગ્રાહકો પાણીમાં જઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે.  રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને વલસાડમાં બુધ અને ગુરુવારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો  તૈનાત કરાઈ છે.  રાજયમાં 206 જળાશયો પૈકી છ જળાશય હાઈ એલર્ટ, ત્રણ એલર્ટ, એક વોર્નિંગ પર છે.


રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ


રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  ભાવનગર  જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે.  ઘોઘા, વલ્લભીપુરમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે.  નવસારીમાં અઢી ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.   સોજીત્રા, છોટાઉદેપુરમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 


 


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial