ડાંગ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના પણ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લાની ખાપરી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી હતી. નદીમાં વહી રહેલા ધમસમતા પ્રવાહને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં પાણી વહેતું થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની ખાપરી નદીમાં પાણી આવ્યું હતું. ખાપરી નદીમાં હાલ ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી હતી.
ખાપરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. નદીમાં ધસમસતા પ્રવાહને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાવાની પણ ભીતિ જોવા મળી રહી હતી.
ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા આંકડા પર એક નજર કરીએ તો, આહવામાં 02 એમએમ, વઘઈમાં 12 એમએમ અને સુબિરમાં 00 એમએમ વરસાદ નોંધાયો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની કઈ નદી બે કાંઠે વહેતી થઈ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2020 08:04 AM (IST)
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં પાણી વહેતું થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -