સુરત: ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસે બેડામાં ખળભળાટ મચી ગયો છે.


સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી પકડ્યો હતો તે આરોપી પોઝિટિવ આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આરોપીના સંપર્કમાં આવતાં ક્રાઈમ બ્રાન્ચના એસીપી પણ સંક્રમિત થયા હતા જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ક્રાઈમ બ્રાન્ચના એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતાં. જોકે એસીપીની નજીકના પોલીસ કર્મચારીઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

સુરતમાં અત્યાર સુધી 2444 કેસ નોંધાયેલા છે જેમાં 1638 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં જ્યારે 93 લોકો કોરોનાથી મોત નિપજ્યાં છે. હાલ 713 એક્ટિવ કેસ છે.