Gujarat Rain: આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અઠવા લાઈન, ઘોડદોડ રોડ, પારલે પોઈંટ, અડાજણ, મગદલ્લા ,ડુમ્મસ રોડ, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


આ ઉપરાંત સુરતના ગ્રામ્યમાં વિસ્તારમાં પણ વરસાદ  શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધ માર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કીમ, કોસંબા, ઓલપાડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી વિસ્તારમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુઘાળા અને ટીંબી ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે.


 



રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ


ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  જોકે 21 અને 22 જૂનના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હાલ કોઈ વરસાદની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આસામમાં પૂરના કારણે સ્થિતિ ભયાનક, 32 જિલ્લામાં 31 લાખ લોકો પ્રભાવિત, 25નાં મોત
આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બની છે. પૂરના કારણે ચાર બાળકો સહિત વધુ આઠ લોકોના મોત થયા છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. બીજી તરફ અન્ય આઠ લોકો ગુમ છે. ચાર લોકો હોજાઈ જિલ્લામાંથી ગુમ છે જ્યારે અન્ય ચાર બજલી, કાર્બી આંગલોંગ વેસ્ટ, કોકરાઝાર અને તામુલપુર જિલ્લામાંથી ગુમ થયા છે. બીજી તરફ રાજ્યના 32 જિલ્લાઓમાં લગભગ 31 લાખ લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના પૂરના પાણી 4,291 ગામોમાં પ્રવેશ્યા છે અને 66455.82 હેક્ટરમાં પાક પાણીમાં ડૂબી ગયો છે.