સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના, 2 યુવકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2020 04:46 PM (IST)
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પુર ઝડપે કાર હંકારી બે યુવાનોને કચડી મોતને ઘાટ ઉતાર્યા છે. બંને યુવાનો રેસ્ટોરન્ટમાં કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા.
સુરત: સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પુર ઝડપે કાર હંકારી બે યુવાનોને કચડી મોતને ઘાટ ઉતાર્યા છે. બંને યુવાનો રેસ્ટોરન્ટમાં કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા. ઉમરા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સીસીટીવી ના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પીપલોદ કારગીલ ચોક પાસે મોડી રાત્રે એક કાર પૂરપાટ જતી હતી. દરમિયાન તેની અડફેટે બે રાહદારીઓ ચડ્યા હતા. જેને કાર ચાલકે 100 મીટર સુધી ઘસડી ગયો હતો. જેના કારણે બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરતના પીપલોદ ડુમસ રોડ પર એક ગાડી બેફામ ગતિએ ડુમસ રોડ પરથી આવી પીપલોદ તરફ જઈ રહી હતી ત્યારે હોટલમાં કામ કરતા બે યુવાનો રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું હતું. જો કે આ બનાવમાં યુવાનો પોતાની હોટલની નોકરી પતાવી ઘરે જય રહ્યા હતા. સુરતના આ રોડ પર જાણે નબીરા માટે રેસિંગ ટ્રેક બની ગયા છે ને રાત્રીના સમયે એક બીજા મિત્રો સાથે રેસ લગાવી લોકોને અડફેટે લેતા હોય છે.