લોકોએ વિડિયો ઉતારી સોશલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો ઉતારનાર એક જાગૃત નાગરિકે રડતા બાળકને દંડના 400 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો પરંતુ ખુદ્દાર કિશોરે રડતા-રડતા પૈસા લેવાની ના પાડી હતી. તેણે કહ્યું કે હું કમાણી કરીશ અને દંડ ભરીશ.
આ કિશોરની ઈમાનદારીને લોકોએ બિરદાવી છે. ગેરકાયદે રીતે થયેલ કોઈ પણ દબાણની તરફદારી ABP અસ્મિતા નથી કરતું. પરંતુ કાર્યવાહીની સાથે થોડી સંવેદનશીલતા પણ જરૂરી છે.