Love Jihad: હાલમાં ગુજારાતમાં લવ જેહાદને લઈને મામલો ગરમાયો છે. આ મામલે પાટીદાર અગ્રણીઓએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી. તો હવે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પ્રેમ કરવાનો તમામને હક છે. પરંતુ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. નોંધનિય છે કે, ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નામ બદલીને યુવકો યુવતીઓને ફસાવે છે. આ વાતને લઈને આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી છે.


ઈ-એફઆરઆઈની જાગૃતના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, સુરતના આ સ્થળેથી જ પહેલી ચૂંટણી સભા કરી હતી. 2012ની પહેલી ચૂંટણી 26 વર્ષની ઉંમરે લડી હતી. ગુજરાતની 4થી સૌથી મોટી લીડથી લોકોએ મને જીતડયો હતો. વિશ્વાસ પર સબંધ છે, એ વિશ્વાસ જાળવી રાખ્યો છે. જેવી જેવી ચૂંટણી આવે તેમ તેમ નિવેદનો સામે આવે છે. ડ્રગ મામલે પોલીસ કામ કરી રહી છે. છેલ્લા 1 વર્ષમાં 5 હજાર કરોડનું ડ્રગ પકડ્યું છે. દેશના કહેવાતા યુવા નેતાએ કહ્યું કે ગુજરાતમાં ડ્રગ પકડાય છે. દેશની જનતા સમજે છે પરંતુ જેને દેશ ચલાવવાનું સ્વપ્નું છે એને સમજ નથી પડતી. રાહુલ ગાંધી પર નામ લીધા વગર ગૃહમંત્રીએ પ્રહાર કર્યા હતા.


પંજાબ, દિલ્લી, મહારા, રાજસ્થાનમાં ડ્રગ જતું ગુજરાત પોલીસે અટકાવ્યું છે. ડ્રગ મામલે રાજનીતિ ન થવી જોઈએ. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે. હવે નવું ચાલે છે, ગરબા GST પકડી લીધું. 2017 પહેલા GST લાગુ પડ્યો. મોંઘા આયોજનો, શ્રદ્ધા અને સંસ્કૃતિ આ તમામમાં ફેર હોય છે. એક હોય છે શ્રદ્ધાનો કાર્યક્રમ, એક હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમ અને એક હોય છે મોટા આયોજનો, જેમાં ટિકિટ લેવામા આવે છે. પ્રતિ ટિકિટનો દર 500 રૂપિયા હોય તો એમાં પહેલા વેટ લાગતો જ હતો અને હવે GST લાગે છે. ગુજરાતના ગરબા અમારી શ્રદ્ધા છે. ગરબાની શ્રદ્ધા પર રાજનીતિ કરવી યોગ્ય નથી. જનતા જવાબ આપશે.


આ પણ વાંચો....


Gujarat Congress : ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો કોંગ્રેસના બે મોટા નેતાઓએ આપ્યા રાજીનામાં


Lumpy Virus : ગુજરાતમાં આજે લમ્પી વાયરસને કારણે 159 પશુઓના મોત થયા, જાણો કેટલા જિલ્લામાં ફેલાયો વાયરસ


RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે


Monkeypox in US: ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ, અમેરિકામાં હેલ્થ ઈમરજન્સી જાહેર, અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા