સુરત : સુરતમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી.  એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી લીંબાયત પંથકમાં ચકચાર મચી ગઈ છે. 38 વર્ષિય સોમેશ બિક્ષાપત્તિએ પહેલા પત્ની નિર્મલાની તકીયાથી મોંઢુ દબાવી હત્યા કરી નાખી હતી.  બાદમાં 7 વર્ષિય પુત્ર ઋષિને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.  આત્મહત્યા કરતા પહેલા સોમેશે એક વીડિયો બનાવ્યો હતો. તેની પાસેથી મળેલી સૂસાઈટ નોટમાં તેણે લખ્યું હતું કે, મને મારો ભાઈ બોલાવતો નથી અને કોઈ પણ સામાજિક કાર્યક્રમોમાં મને ગણકારતા નથી. 


લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પતિએ સૌ પ્રથમ પત્ની અને બાળકની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારના રુસ્તમ પાર્કની છે કે જ્યાં પતિએ પોતાની પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાંખી અને ત્યાર પછી પોતે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું. પત્ની અને પુત્રની હત્યા કર્યાનું કારણ અકબંધ છે. મૃતકનું નામ 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરો દેવ છે. 


તપાસ દરમિયાન પોલીસને ત્રણ ડેડ બોડી મળી આવી હતી. અને એક ચિઠ્ઠી પણ મળી હતી. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે, જેમાં આપઘાત પહેલાં તેણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેણે તેની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે. હાલ આ કેસમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. પારિવારિક ઝઘડાના લીધે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં જ્યારે મૃતકના સાળાએ આ પોસ્ટ વાંચી તુરંત જ સોમેશને ફોન કર્યો હતો. જોકે સોમેશે ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવાર જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ ચોકી ઉઠ્યા હતા, કારણ કે ઘરમાં સોમેસની લાશ લટકતી હાલતમાં હતી તથા તેની પત્ની અને બાળક મૃત અવસ્થામાં જમીન પર જોવા મળ્યા હતા.


આ ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતા ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા અને મૃતક સોમેશ પાસેની જે સુસાઇડ નોટ છે તે પણ કબજે કરી હતી.