સુરતમાં ચોમાસા પહેલાના વરસાદે મહાનગરપાલિકાના પ્રિ મોનસૂન પાલની પોલ ખોલી નાખી છે. વરાછા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા છે. વરાછા વિસ્તારમાં સવારે 6 વાગ્યે વરસાદ વરસ્યો હતો અને આ થોડા જ વરસાદમાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અર્ચના ખાડીમાં પાણી ભરાયા બકા, પરંતુ ખાડી ઉંડી ના કરતા પાણી ઉતરવાનું બંધ થયું જેના કારણે રસ્તા પર પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


રાજ્યના કેટલાક વિસ્તારમાં 11થી 13 જુન વચ્ચે નૈઋત્યના ચોમાસાનું આગમન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અગાઉ 20 જુન વચ્ચે નૈઋત્યનું ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અત્યારથી જ રાજ્યના કેટલાક જિલ્લામાં પ્રિ-મોનસૂન એક્ટિવિટિનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે.


હવામાન વિભાગ અનુસાર બંગાળી ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જુનના રોજ લો પ્રેશર સર્જાશે. 10 જુનથી અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તે ગતિએ ફુંકાશે. આ સ્થિતિને પગલે નૈઋત્યનું ચોમાસાનું રાજ્યના કેટલાક હિસ્સામાં 11થી 13 જુન વચ્ચે આગમન થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે 20 જુનની આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. જેના સ્થાને આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થઈ શકે છે.


ગઈકાલે સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. સુરતના અઠવા, મજુરા,પારલે પોઇન્ટ,અડાજણ પાલ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાત્રે બફારાનો અનુભવ, સવારે ઠંડક છે.  ગઈકાલે 7 જૂનના રોજ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.


નોંધનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.