સુરત: નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર અંગે વિવાદાસ્પદ કોમેન્ટ કરતા તેમના વિરુદ્ધ મુસ્લિમ સમુદાયે દેશ ભરમાં વિરોધ નોંધાયો હતો. સામે કેટલાક લોકોએ નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. નૂપુર શર્માનો વિરોધ કરનારાઓ હવે નૂપુર શર્માનું સમર્થન કરનારાઓને ટારગેટ કરી રહ્યા છે. ઉમરા વિસ્તારમાં એક યુવકે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતા તેમને ગાળો. આપીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. આ બાબતે ઉમરા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.


ઉમરા વિસ્તારમાં રહેતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું. તેની સામે ત્રણ વિધર્મી યુવકોએ નૂપુરનું સમર્થન કરનાર યુવકને ગાળો આપી હતી. એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શરૂઆતમાં યુવકે આ વાતને ગંભીરતાથી લીધી નહતી. પરંતુ વારંવાર ધમકી મળતા યુવકે ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ઉમરા પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા નૂપુર શર્માનું સમર્થન કરનાર રાજસ્થાનના વ્યક્તિની હત્યાર કરવામાં આવી હતી. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા.


ટોપ-થ્રી સર્કલ પાસે ટ્રકે અડફટે લેતા એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે મોત


Bhavnagar : ભાવનગર શહેરમાં  ટોપ-ફ્રી સર્કલ પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો.  ટોપ-થ્રી સર્કલ પાસે ટ્રકે અડફટે લેતા એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલાક ટ્રક મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.  પોલીસે  ઘટના સ્થળે  પહોંચીને વધું તપાસ હાથ ધરી છે. યુવતીના મૃતદેહને યુવતીને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત
ખેડા જિલ્લામાં મહુધા-નડીયાદ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર મહુધા નજીક મહુધા નડીયાદ રોડ પર ભૂલી ભવાની પાસે બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભૂલી ભવાની પાસે નડિયાદ તરફથી બાઈક આવી રહી હતી તે દરમ્યાન સામે મહુધા તરફથી આવતી દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા મહુધા પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.