Surat Crime News: સુરત  શહેરમાં વધુ એક હત્યા ની ઘટના સામે આવી છે. પાલનપુર પાટિયાના એક એપાર્ટમેન્ટની ઘટનામાં સાળાએ બનેવીને ચપ્પુ ઘુસાડી મારી નાંખ્યા આશંકા છે. મયુરભાઈ પ્રવીણભાઈ રાઠોડ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સિવિલમાં લઈ જવાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયો હતો. પરિવાર નોમના ગરબા રમી ઘરે આવતા મયુરભાઈ લોહીમાં ખરડાયેલી હાલતમાં મળી આવ્યા હતા. છાતીમાં ઘા મારી મયુરભાઈને પતાવી દેવાયો હતો. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં સંબંધોને શર્મસાર કરતાં બનાવમાં સાળાએ જ બનેવીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેસી નાખ્યો હતો. જેથી પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આરોપીને પકડી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.




સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમણા વધી રહ્યુ છે. તેવા સમયે કાપોદ્રામાં હીરાના કારખાનમાં યુવાન, સચીનમાં યુવતી અને લસકાણામાં યુવાનનું આચનક તબિયત બગડતા મોતથયા હતા. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ માંડવીમાં ખરડા ગામમાં રહેતા 37 વર્ષનો જીતેશ રાહજી ચૌધરી શનિવારે બપોરે કાપોદ્રામાં રચના સર્કલ પાસે હીરાના કારખાનામાં અચાનક બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે. બીજા બનાવમાં સચીનમાં ઉન પાટીયા ખાતે રહેતી 36 વર્ષની અબીદાખાતુન જુલફ કારૃલીખાનની આજે વહેલી સવારે ઘરમાં અચાનક તબિયત બગડતા બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી. તેને 3 સંતાન છે. તેના પતિ ડ્રાઇવીંગ કામ કરે છે. ત્રીજા બનાવમાં લસકાણા ડાયમંડ નગરમાં રહેતો 40 વર્ષનો સુશાંત વાસુદેવ પુડા શનિવારે લસકાણા ખાતે લુમ્સખાતામાં કામ કરીને ઘરે આવ્યો હતો દરમિયાન બપોરે તેને છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો.




આ પણ વાંચો


Dussehra 2023: CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પર્વ નિમિત્તે કર્યું શસ્ત્રપૂજન, જુઓ તસવીરો


સુકાઈ ગયેલી તુલસીને આંખના પલકારામાં લીલી કરી દેશે હળદર, જાણો હળદરના ચમત્કારિક ઉપયોગ