શુક્રવારે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પુત્રી મોપેડ લઈને ફરતી હતી અને ભણવા પર બિલકુલ ધ્યાન આપતી નહતી જેના કારણે પિતા ગુસ્સે ભરાયા હતાં. પિતાએ મોપેડ નહીં ચલાવવાનું કહેવા છતાં પણ પુત્રી મોપેડ લઈને નીકળતાં પિતા ગુસ્સે થયા હતાં મોપેડને જાહેરમાં સળગાવી દીધું હતું.
સુરતના રાંદેર વિસ્તાર જાહેર રોડ પર એક મોપેટ સળગતી હતી. ત્યાર બાદ આ અંગે ફાયરને જાણ કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફાયર વિભાગે આ ગાડીની આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટના બની ત્યારે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતાં અને આગનું કારણ જાણીને લોકો વિચારમાં પડી ગયા હતા.
આ વિસ્તારમાં રહેતા એક પિતાએ પોતાની પુત્રીને મોપેટ લઈ આપી હતી. પુત્રી મોપેડ લઈને ફરતી હતી અને ભણવામાં બિલકુલ ધ્યાન આપતી નહતી જેને લઈને પિતાએ પુત્રીને મોપેડ ચલાવવાની ના પાડી હતી. તેમ છતાં પિતાની જાણ બહાર પુત્રી મોપેડ લઈને નીકળી હતી. જેને કારણે પિતા ગુસ્સે ભરાઈ હતી.
આ વાતની જાણ પિતાને થતાં તેમણે રાંદેરમાં જાહેર રસ્તા પર મોપેડને સળગાવી નાખ્યું હતું. પિતાના ઉશ્કેરાટમાં આવીને મોપેડ સળગાવવાની ઘટનાથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં પિતાએ પુત્રીનું મોપેડ કેમ જાહેરમાં સળગાવી નાખ્યું? કારણ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
04 Jan 2020 09:55 AM (IST)
પિતાએ મોપેડ નહીં ચલાવવાનું કહેવા છતાં પણ પુત્રી મોપેડ લઈને નીકળતાં પિતા ગુસ્સે થયા હતાં મોપેડને જાહેરમાં સળગાવી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -