સુરત: રાજ્યમાં લાંચિયા અધિકારીઓએ લાંચ લેવાનું યથાવત રાખ્યું છે. ફરી એક વખત સુરતમાં લાંચિયા અધિકારી એસીબીની ઢપટે ચઢી ગયા છે. માહિતી વિભાગમાં કામ કરતા બે લાચિંયા બાબુ લાંચરુશવત વિરોધી બ્યૂરો (એસીબી)ના સકંજામાં આવી ગયા છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા બહુમાળી કંપાઉન્ડ બહાર ઝેરોક્ષની દુકાનમાં લાંચ આપવા માટે વ્યક્તિને બોલાવ્યા હતા. જોકે લાંચ લેતાની સાથે જ એસીબીની ટીમ આવી પહોંચી અને બંનેને ઝડપી લીધા હતા.
અહેવાલ અનુસાર એક દૈનિક અખબાર પ્રકાશિત કરવાના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ પોતાના અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેરાત પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજી રિન્યુઅલ માટે કામગીરી કરાવવા આવ્યા હતા. જોકે તે કામગીરી કરી આપવાની સામે નાનપુરા ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ક્લાસ 2 અધિકારી એવા સહાયક માહિતી નિયામક કવસિંગ પરમાર અને જુનિયર ક્લાર્ક સતિષ જાદવે 5.40 લાખની જંગી રકમ લાંચ પેટે માગી હતી. જોકે રકમના હપ્તા પણ બાંધી આપ્યા હતા જેના પ્રથમ હપ્તા પેટે અડધી રકમ 2.70 લાખ રૂપિયા આજે શુક્રવારે આપવાના હતા.
Gujarat New Cabinet: ભૂપેંદ્ર પટેલ કેબિનેટમાં ક્યાં નેતાઓને મળી શકે છે સ્થાન ? જુઓ યાદી
ગુજરાતમાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જણાવ્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 કેબિનેટ અને 12 થી 14 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. આ નામો પર અંતિમ મહોર દિલ્હીથી લાગશે.
અનિરુદ્ધ દવે, માંડવી
શંકર ચૌધરી, થરાદ
બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર
ઋષીકેશ પટેલ, વિસનગર
અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
હાર્દિક પટેલ, વિરમગામ
કનુભાઈ પટેલ, સાણંદ
અમિત ઠાકર, વેજલપુર
કિરીટસિંહ રાણા, લીંબડી
કુંવરજી બાવળિયા, જસદણ
જયેશ રાદડિયા, જેતપુર
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
મૂળુભાઈ બેરા, ખંભાળિયા
કૌશિક વેકરીયા, અમરેલી
હીરા સોલંકી, રાજુલા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
પંકજ દેસાઈ, નડિયાદ
સી.કે.રાઉલજી, ગોધરા
મુકેશ પટેલ, ઓલપાડ
વિનુ મોરડિયા, કતારગામ
હર્ષ સંઘવી, મજુરા
કનુભાઈ દેસાઈ, પારડી
પુર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
ઉદય કાનગડ, રાજકોટ પૂર્વ
બાલકૃષ્ણ શુક્લ, રાવપુરા વડોદરા
અનુસૂચિત જનજાતિ (ST)ના આ ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે-
કુબેર ડીંડોર, સંતરામપુર
ગણપત વસાવા, માંગરોળ
નરેશ પટેલ, ગણદેવી
ડૉ દર્શના દેશમુખ, નાંદોડ
રાજેન્દ્રસિંહ રાઠવા, છોટા ઉદેપુર
નિમિષા સુથાર, મોરવા હડફ
અનુસૂચિત જાતિના આ ચહેરાને સ્થાન મળી શકે
રમણભાઈ વોરા, ઇડર - મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ
મનીષા વકીલ, વડોદરા શહેર
શંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા
12 ડિસેમ્બરે સીએમ શપથ લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જાતિ અને પ્રદેશને ધ્યાનમાં રાખીને સમીકરણો બનાવવામાં આવશે. નવા ચહેરાઓની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળશે. નિયમો અનુસાર કેબિનેટમાં વધુમાં વધુ 27 સભ્યો હોઈ શકે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.