સુરત: 14 એપ્રિલના રોજ સુરતમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તેની દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી. હવે બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસે ઝડપી કામગીરી કરી છે. ઘટનાના 15 દિવસમાં જ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટમાં એફએસએલ રિપોર્ટ, મેડિકલ પુરાવા સહિત 55 જેટલા સાક્ષીઓના નિવેદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ચાર્જફ્રેમ કર્યા બાદ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરાશે.


ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હોવાનો પોલીસ તાપસમાં થયો ખુલાસો


VADODARA : હરિધામ સોખડા સ્વમિનારાયણ મંદિરઆ ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ બાદ સૌકોઈ એ પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હતા કે ગુણાતીત સ્વામીની હત્યા થઇ છે કે તેમણે આત્મહત્યા કરી છે? જો કે આખરે આ પ્રશ્નનો જવાબ સામે આવી ગયો છે. પોલીસ તાપસમાં ખુલાસો થયો છે કે  ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. 


ગઈકાલે 27 એપ્રિલે સાંજે 7 થી 7.15 વચ્ચે  ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં  આપઘાત કર્યો હતો. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં હુંક પર લટકી આત્મહત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 


પોલીસે ગુણાતીત સ્વામીનું ગાતરિયુ, મોબાઈલ ફોન કબ્જે લીધા, આ સાથે પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું પણ ખૂલ્યું છે.આ સાથે અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કરતા હોવાનું ખુલ્યું છે. 


પોલીસે પ્રભુપ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનો, મંદિરના સેવકોની પૂછપરછ કરી હતી. કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી શરૂ છે. જો કે પ્રભુપ્રિય સ્વામીએ  પોલીસ સમક્ષ લુલો બચાવ કરતા કહ્યું હતું કે  ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત પોલીસથી છુપાવી હતી. 


ઉલ્લેખનીય છે કે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર હમણાંથી ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યું છે.  હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીને લઈને બે સ્વામી અને તેમના અનુયાયીઓના ભાગલા પડી ગયા છે. આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને ગયા અઠવાડિયે હાઇકોર્ટે પણ આ મામલે સુનાવણી કરતા કહ્યું હતું કે જે સંતોને બહાર જવું છે એમને જવા દેવામાં આવે. ત્યારબાદ સંતોનું એક ગ્રુપ બાકરોળ  ખાતેના સ્વામિનારાયણ મંદિરે ગયું હતું. 


આ વિવાદ વચ્ચે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં અચાનક જ ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે સૌ કોઈને ચોંકાવી દીધા. આજ સવારથી જ ગુણાતીત સ્વામીના મૃત્યુના સમાચાર વહેતા થતા સમગ્ર દિવસ દરમિયાન એ જ ચર્ચાઓ થઇ કે આખરે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામી સાથે શું થયું હતું> ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી કે કોઈએ કાવતરું રચીને તેમની હત્યા કરી હતી. જો કે આખરે પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે તેમણે આત્મહત્યા કરી હતી.