હાલ ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. શહેરમાં રોજે કોરોના દર્દીઓનો રાફડો ફાટ તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે.


સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતો કે, સુરતમાં 4 કરતાં વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતાં આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં. કોઈ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.