સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીથી સુરતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનું સૌથી મોટું ચૌટા બજાર સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે.
ચૌટા બજારમાં સંક્રમણ વધે નહીં તે માટે કામગીરી કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં 12 પોઝિટિવ કેસ મળી આવ્યા તે પૈકીના મોટાભાગના ચૌટા બજારના હોવાનું બહાર આવ્યું છે. ચૌટા બજારમાં સોસિયલ ડિસ્ટન્ટ અને માસ્ક પહેરવાના નિયમોનું કડક પાલન કરવા પાલિકા કમિશ્નરે આદેશ આપ્યા છે. સાંજે 7 વાગ્યા બાદ કોઈ વ્યક્તિ નજર આવશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાનું સંક્રમણ વધતા કયું મોટું માર્કેટ સાંજે 7 વાગ્યા પછી બંધ રાખવાનો સુરત કોર્પોરેશને લીધો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 08:31 AM (IST)
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનું સૌથી મોટું ચૌટા બજાર સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે.
ફાઇલ ફોટો
- - - - - - - - - Advertisement - - - - - - - - -