સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ કોરોનાના સૌથી વધુ કેસો છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારની ચિંતા સતત વધી રહ્યા છે. કતારગામ વિસ્તાર કોરોના હોટ સ્પોટ બન્યો છે. સુરત કતાર ગામમાં એક જ દિવસમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં ગઈ કાલે નોંધાયેલા 95 પોઝિટિવ કેસ પૈકી 33 કેસ કતારગામમાં નોંધાયા છે. સેન્ટ્રલ ઝોનમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. વરાછા એ ઝોનમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. વરાછા બી ઝોનમાં 10 કેસ, ઉધના ઝોનમાં 10 કેસ, લીંબાયત ઝોનમાં 9 કેસ, અઠવા ઝોનમાં 5 કેસ અને રાંદેર ઝોનમાં 4 કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 413 કેસ નોંધાયા

વરાછા એ ઝોનમાં 339 કેસ નોંધાયા

વરાછા બી ઝોનમાં 126 કેસ નોંધાયા

રાંદેર ઝોનમાં 175 કેસ નોંધાયા

કતારગામ ઝોનમાં 693 કેસ નોંધાયા

લિંબાયત ઝોનમાં 807 કેસ નોંધાયા

ઉધના ઝોનમાં 335 કેસ નોંધાયા

અઠવા ઝોનમાં 130 કેસ નોંધાયા