સુરતઃ જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદા કોરોનાને હરાવી તેમના ઘરે આવ્યા છે. જીજ્ઞેશ દાદા ઘરે આવ્યા ત્યારે તેમની માતાએ ઉંબરામાં દીકરાના વધામણા કર્યાં અને તેમની બહેને પણ ભાઈની આરતી ઉતારી મોં મીઠું કરાવ્યું હતું. જે બાદ જીજ્ઞેશ દાદાએ ઘરમાં પ્રવેશી તેમના પિતા અને માતાના આશીર્વાદ લીધા હતા.


ખુદ જીજ્ઞેશ દાદાએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. કથાકાર જિગ્નેશ દાદા
કેટલાક દિવસોથી કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ હતા. તેમના સારા સ્વાસ્થ્ય માટે ઠેક-ઠેકાણે પ્રાર્થનાઓના દોર ચાલતા અને જિગ્નેશ દાદા જલ્દી સાજા થઈ પાછા ફરે તે માટે ઠેર-ઠેર યજ્ઞો પણ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, મંગળવારે સાંજે જીજ્ઞેશ દાદાને રજા આપવામાં આવી હતી. જીજ્ઞેશ દાદાના ચાહકોએ સ્વસ્થ થયેલા જીજ્ઞેશ દાદાની ડોક્ટર સાથેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. હાલ જીજ્ઞેશ દાદા સુરતમાં તેમના નિવાસસ્થાને આરામ કરશે અને ક્વોરેન્ટાઈન રહેશે.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ કથાકાર જીજ્ઞેશ દાદા એક અઠવાડિયું સુરતના વરાછાની નિષ્ઠા હોસ્પિટલમાં સરવાર હેઠળ રહ્યા હતા પણ તે હાલ એકદમ સ્વસ્થ છે. તેમને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રજા અપાઈ હતી.

જીજ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. જીજ્ઞેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.