સુરતઃ નજીકના ભવિષ્યમાં સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં લેઉઆ પટેલના કુળદેવી ખોડિયાર માતાજીનુ ભવ્ય ધામ નિર્માણ થનાર છે, તેના અનુસંધાને સુરતમાં વરાછા, બારડોલી સહીત વિવિધ વિસ્તારોમાં અલગ અલગ 8 જેટલી મિટિંગ યોજાઇ હતી.



ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બધી જ મિટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો હાજર રહ્યા હતા. ટૂંક સમયમાં ખોડલધામ દ્વારા એક કૃષિ યુનિવર્સિટી અને શિક્ષણના હેતુ સાથેનો પ્રોજેક્ટ પણ અમલમાં આવશે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે થોડા સમયથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.



સુરત ખાતેના પ્રમુખ કે.કે.કથીરિયાએ જણાવ્યુ હતું કે નરેશભાઇ પટેલ અને ખોડલ ધામના ટ્રસ્ટી મંડળે સુરતની મુલાકાત લઇ લેઉઆ પટેલ આગેવાનો સાથે બેઠક કરી હતી.