સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ તેના ઘગઘગતા અંગારા પર ચાલવાની પરંપરા છે. જોકે, અહીં વાત આસ્થાની છે એટલે અંગારા પર ચાલતા લોકોને કોઈ નુકસાન થતું નથી. ગામના લોકો હોલિકા દહન બાદ અંગારા પર ખુલ્લા પગે દોડે છે. આસ્થાની આ દોડમાં કોઈને કોઈ ઇજા થતી નથી.