Kinner Walk: સુરતમાં કિન્નરોનો જલવો જોવા મળ્યો છે, અહીં યોજાયેલી એક રેમ્પ વૉક શૉમાં કિન્નરોએ શાનદાર રેમ્પ વૉક બધાને ચોંકાવી દીધા છે, કિન્નરોનું આ રેમ્પ વૉક મૉડલોને પણ ફિફ્કી પાડુ દે એવું હતુ, આના વીડિયો અને તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે. આ રેમ્પ વૉકમાં કુલ 21 કિન્નરોએ ભાગ લીધો હતો.


સુરતમાં ગઇકાલે એક કિન્નર ફેશન શૉ યોજાયો હતો, ગુજરાતમાં આ કિન્નર ફેશન શૉ પ્રથમવાર યોજાયો હતો. આમાં કુલ 21 કિન્નરોએ ભાગ લીધો હતો અને તેમનો નજરો અને વૉક સુપર મૉડલને પણ ટક્કર પાડી દે એવું હતુ. આ કિન્નરોએ ફ્યૂઝન અને ટ્રેડિશનલ થીમ પર રેમ્પ વૉક કર્યું હતુ. 


ખાસ વાત છે કે, સુરતના સી બી પટેલ સ્પૉર્ટ કૉમ્પલેક્ષમાં તુલ્યતા બેનર હેઠળ આ અનોખો કિન્નર ફેશન શૉ યોજાયો હતો. આ શૉ અનોખો એટલા માટે હતો કેમકે આ ફેશન શૉમાં માત્ર કિન્નરોએ જ રેમ્પ વૉક કર્યું હતું. કિન્નરો પણ મૉડલોની જેમ જ રેમ્પ વૉક કરી શકે છે. આનું આયોજન કિન્નરોને સમાનતા આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.


 


Surat: સુરત હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પિતાએ કરી હતી દીકરીની હત્યા


Surat: સુરતમાં ચાર દિવસ પહેલા ઘટેલી હત્યાની ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. ચાર દિવસ પહેલા પિતાએ જ સગી દીકરીનીની હત્યા કરી નાંખી હતી, તેને લગતા હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ચાર દિવસ પહેલા સુરતના કોડદરા ચાર રસ્તા પર પિતાએ જ પોતાની સગી દીકરીની હત્યા કરી હતી, આ ઝઘડો ઘરેલુ હતુ, ધાબા પર સુવા બાબતે માતા -પિતા વચ્ચે ઝઘડો થયો હતો, અને બાદમાં દીકરી વચ્ચે પડતાં તેનું મોત થયુ હતુ. 


કડોદરા ચાર રસ્તા પર ચાર દિવસ પહેલા આ ખૂની ખેલ ખેલાયો હતો, અહીં કડોદરાના સત્યમ નગર ખાતે ધાબા પર સુવા બાબતે ઘરમાં એક ઝઘડો થયો હતો, આ દરમિયાન હત્યારો પિતા માતાને મારવા જતા હતો, પરંતુ તે સમયે દીકરી વચ્ચે છોડાવવા આવી હતી, અને આ ઘટનામાં દીકરીની હત્યા કરી દેવામા આવી હતી, હત્યારા પિતાએ 35 જેટલા ચાકૂના ઘા મારી હત્યા કરી હતી, એટલુ જ નહીં આ લોહિયાળ હત્યા કાંડમાં અન્ય ત્રણ ભાઈ-બહેન અને માતા પણ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી હતી, હવે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.