Surat: સુરતમાં ચાર દિવસ પહેલા ઘટેલી હત્યાની ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. ચાર દિવસ પહેલા પિતાએ જ સગી દીકરીનીની હત્યા કરી નાંખી હતી, તેને લગતા હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ચાર દિવસ પહેલા સુરતના કોડદરા ચાર રસ્તા પર પિતાએ જ પોતાની સગી દીકરીની હત્યા કરી હતી, આ ઝઘડો ઘરેલુ હતુ, ધાબા પર સુવા બાબતે માતા -પિતા વચ્ચે ઝઘડો થયો હતો, અને બાદમાં દીકરી વચ્ચે પડતાં તેનું મોત થયુ હતુ. 


કડોદરા ચાર રસ્તા પર ચાર દિવસ પહેલા આ ખૂની ખેલ ખેલાયો હતો, અહીં કડોદરાના સત્યમ નગર ખાતે ધાબા પર સુવા બાબતે ઘરમાં એક ઝઘડો થયો હતો, આ દરમિયાન હત્યારો પિતા માતાને મારવા જતા હતો, પરંતુ તે સમયે દીકરી વચ્ચે છોડાવવા આવી હતી, અને આ ઘટનામાં દીકરીની હત્યા કરી દેવામા આવી હતી, હત્યારા પિતાએ 35 જેટલા ચાકૂના ઘા મારી હત્યા કરી હતી, એટલુ જ નહીં આ લોહિયાળ હત્યા કાંડમાં અન્ય ત્રણ ભાઈ-બહેન અને માતા પણ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી હતી, હવે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 


 


Crime News: સુરતમાં ફરી ખેલાયો ખુની ખેલ, સચિન વિસ્તારમાં 22 વર્ષના યુવકની ઘાતકી હત્યા


Crime News: સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ઇસમો દ્વારા યુવકને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકનું નામ અક્રમ વસીમ હાસ્મી છે. જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સુરતમાં પિતાએ ખેલ્યો ખુની ખેલ


સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતા દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હુમલો છે. પિતાએ કરેલા હુમલામાં પુત્રીનું થયું છે. પિતાએ 17થી વધુ ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના સુરતના કડોદરા સત્યમ નગર ખાતે બની છે. પિતાએ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો છે.


આ અંગે મળતી માહિતી પ્રમાણે ટેરેસ પર સુવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને દીકરી,ત્રણ દીકરા અને પત્ની પર હુમલો કર્યો હતો. મોટા છરા વડે આધેડે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા જતા દીકરી મોતને ભેટી હતી. દીકરીના મોઢા અને હાથ પર 17 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં બે દીકરા અને પત્ની સારવાર હેઠળ છે. કડોદરા પોલીસે પિતા રામાનુજ સાહુને ડિટેન કર્યો છે. દીકરી ચંદા સાહુનું મોત નિપજ્યું છે.