સુરતઃ ડિંડોલીમાં લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. લિંબાયતના ૫૧ વર્ષના મો.અખ્તરે મુકેશ નામ ધારણ કરી દીકરીની વયની ૨૨ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હિંદુ વિધિથી લગ્ન કરી લીધા હતા. લિંબાયતના ૫૧ વર્ષના મો.અખ્તરે મુકેશ નામ ધારણ કરી દીકરીની વયની ૨૨ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હિંદુ વિધિથી લગ્ન કરી લીધા હતા. આરોપીએ ડિંડોલીની પરપ્રાંતીય યુવતીને ૧ પુત્રની માતા પણ બનાવી દીધી હતી. ડિંડોલી પોલીસે નવા કાયદા અન્વયે ગુનો નોંધી આરોપી મો.અખ્તરની ધરપકડ કરી હતી.


ડિંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતી કવિતા ( નામ બદલ્યું છે) 3 વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો. તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા કહ્યું હતું. કવિતાએ મુકેશને નવા ગ્રાહકો લાવવાનું કહેતાં મુકેશ 10થી 15 ગ્રાહક લાવ્યો હતો. તેથી કવિતા અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.


કવિતાએ વર્ષ ૨૦૧૯માં મુકેશ મહાવીર ગુપ્તા નામના વ્યક્તિ સાથે કડોદરા સ્થિત હનુમાન દાદાના મંદિરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. કવિતાથી વયમાં મોટો હોવા છતાં મુકેશે પોતે રેલવેમાં ટીસી તરીકે નોકરી કરતો હોવાની અને હજુ સુધી કુંવારો હોવાની વાતો કરી હતી. આ રીતે કવિતા અને તેના પરિવારને વિશ્વાસમાં લઇ મુકેશ લગ્ન કરી તેઓના ડિંડોલી સ્થિત ઘરે જ રહેતો હતો.


બાદ લગ્ન થતાં તેમને સંતાનમાં એક દીકરો થયો હતો. થોડા મહિના પહેલાં કવિતાના હાથમાં મુકેશનું આધાર કાર્ડ આવ્યું, એમાં અખ્તર મોહંમદ સમતઅલી શેખ( રહે. છત્રપતિ શિવાજી નગર, ખાનપુરા લિંબાયત) હતું. તેથી કવિતા ચોંકી હતી. તેણે મુકેશને પૂછતાં કહ્યું કે મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ, કહી ઘરમાં નમાજ પઢવા દબાણ કરતો હતો. બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. ના પાડે તો મારતો હતો. મુસ્લિમ હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે એવી ધમકી આપી હતી.


છેતરપિંડી કરી લગ્ન કરવા બદલ કવિતાએ આખરે પોલીસનું શરણું લીધું હતું. હિંદુ જાગરણ મંચ-સુરત વિભાગના મહામંત્રી મનિષ પટેલ સાથે તેણીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે છેતરપિંડી, ધાક-ધમકી, અત્યાચાર, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા)ની કલમ અંતર્ગત ગુનો દાખલ કરી આરોપી મો.અખ્તર મો.સમતઅલી શેખની ધરપકડ કરી હતી.