Love Jihad In Surat News: રાજ્યમાં લેવ જેહાદની ઘટનાઓમાં સતત વધારો દેખાઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા બાદ હવે સુરતમાંથી પણ વધુ એક લેવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, આ પછી ગર્ભવતી થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો, આ કિસ્સમાં મુસ્લિમ યુવકની પત્નીએ પણ તેના પતિને સાથ આપ્યો હોવાનું ખુલ્યુ છે.
સુરતમાંથી વધુ લેવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના શહેરના અડાજણ વિસ્તારમાં બની છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં અડાજણમાં એક મુસ્લિમ યુવક જેનું નામ યુસુફ છે, તેને હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બન્ને વચ્ચે શારીરિક સંબંધો રહ્યા અને બાદમાં મુસ્લિમ યુવક યુસુફે હિન્દુ યુવતીને ગર્ભવતી બનાવી દીધી હતી. યુયુફના આ કાળી કરતૂતમાં તેની પત્નીએ પણ સાથે આપ્યો હોવાનું ખુલ્યુ છે. નરાધમ યુસુફે તેની પત્ની સાથે મળીને હિન્દુ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો. જોકે, સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હાલમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુયુફ અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાચો
સુરતમાં બનાવટી નોટો સાથે ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત