સુરતઃ શહેરમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી યુવતીને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા મચી ગઈ છે. આજે આ જ પ્રકારની અલગ અલગ બે બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. જેમાં બંને યુવતીઓ બ્યુટીપાર્લરનું કામ કરે છે, તેમજ બંને આરોપીઓ પૈસાની લેતી-દેતીમાં સંકળાયેલા છે.
પહેલા કેસની વિગતો જોઇએ તો શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી અને બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને નિલ ચાંદ ગડિયા નામના શખ્સે ઓનલાઇન કોન્ટેક્ટ કર્યો હતો. તેમજ તેનો સંપર્ક કરી ડુમસની હોટલમાં બોલાવી હતી અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે રોકાણના નામે યુવતી પાસેથી 4.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે.
આ જ પ્રકારની બજા કેસની વાત કરીએ તો, અમરોલી સ્થિત મોટા વરાછા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો તેની બહેનાના ઘરે આવતા યુવક સાથે પરિચય થયો હતો. આ પછી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તેમજ યુવતીને બ્યુટી પાર્લર ખોલવા પૈસાની જરૂર હોય, તેને વ્યાજે રૂપિયા આપી મદદ કરી હતી. યુવતી સમયસર વ્યાજ ચૂકવી દેતી હતી, પરંતુ યુવકની નજર યુવતી પર હતી. જેથી એક દિવસ વ્યાજ મુદ્દે વાત કરવાનું કહીને યુવતીને કતારગામ બોલાવી હતી. અહીં તેને કારમાં બેસાડી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું. જેમાં તેણે પહેલાથી ઘેની પદાર્થ ભેળવી દીધું હતું.
પીણું પીવડાવ્યા પછી યુવક યુવતીને વરાછાની હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તેને ધમકી આપી હતી કે, આ અંગે કોઈને વાત કરશે તો તે તેના પતિને કહી દેશે તેમજ તેને બદનામ કરી નાંખશે. એટલું જ હનીં, તેણે તેના પિતાને મારી નાંખવાની અને દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી.
બળાત્કાર પછી યુવતી ચૂપ રહેતા વ્યાજખોરની હિંમત વધી ગઈ હતી અને તેને વારંવાર ધમકી આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, તે બ્યુટી પાર્લર જઈને હંગામો પણ કરતો હતો અને તેને પરેશાન કરતો હતો. એક વર્ષ સુધી સહન કર્યા પછી યુવતીની ધીરજ ખૂટતા તેણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઈ ગયો છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતીને હોટલમાં લઈ જઈને યુવકે બાંધ્યો શરીર સંબંધ, કેવી રીતે આવ્યા હતા સંપર્કમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Nov 2020 01:48 PM (IST)
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી અને બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને નિલ ચાંદ ગડિયા નામના શખ્સે ઓનલાઇન કોન્ટેક્ટ કર્યો હતો. તેમજ તેનો સંપર્ક કરી ડુમસની હોટલમાં બોલાવી હતી અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -