સુરતઃ રોડ પર લટકતા વાયરે મહિલાનો લીધો ભોગ, યુવક ઘાયલ, જાણો વિગત
abpasmita.in | 09 May 2019 09:52 AM (IST)
અશોક મહેતા પોતાના મોપેડ બાઇક પર આવતા હતા. દરમિયાન પ્રાઈમ આર્કેટ પાસે લટકતો વાયર પડતાં તેમનું બેલેન્સ બગડ્યું હતું અને પાછળથી આવતી બસમાં આવી ગયા હતા. જેને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં રોડ અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે, જ્યારે એક યુવક ઘાયલ થયો છે. પ્રાઈમ આર્કેટ સામે ના લટકતા વાયરને કારણે આ અકસ્માત સર્જાયો હતો. વાયર તૂટીને રસ્તા પર પડતા વૃધ્ધને અકસ્માત નડ્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, અશોક મહેતા પોતાના મોપેડ બાઇક પર આવતા હતા. દરમિયાન પ્રાઈમ આર્કેટ પાસે લટકતો વાયર પડતાં તેમનું બેલેન્સ બગડ્યું હતું અને પાછળથી આવતી બસમાં આવી ગયા હતા. જેને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઇજા થઈ હતી. આ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.