ભરૂચઃ 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમની પિતાએ કરી નાંખી હત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2020 10:46 AM (IST)
આંગણામાં રમતી બાળકીને શૌચાલયમાં લઈ જઈ નરાધમે બદકામ કર્યું હતું. આ અંગે બાળકીના પિતાને જાણ થતા બળાત્કારી લાલુ રજુ બિહારીની હત્યા કરી નાંખી હતી.
ભરુચઃ અંકલેશ્વરમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર બળાત્કારીની પિતાએ હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આંગણામાં રમતી બાળકીને શૌચાલયમાં લઈ જઈ નરાધમે બદકામ કર્યું હતું. આ અંગે બાળકીના પિતાને જાણ થતા બળાત્કારી લાલુ રજુ બિહારીની હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરુ કરી છે. આ ઉપરાંત અંકેલેશ્વરમાં મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલી સગીરાને નશો કરાવી 5 મિત્રોએ છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પાંચેય મિત્રોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નશો ઉતર્યા પછી ઘરે પહોંચેલી સગીરાએ પોલીસને હકિકત જણાવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.