સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. સૂર્ય દર્શન બિલ્ડીંગ બીજો માળ બાબુ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. તેના સગા ભાઈ જશુ ઠાકોરે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હત્યાનું કારણ જાણીને તમે ચોંકી જશો.

મળતી વિગતો પ્રમાણે જશુ ઠાકોર અને બાબુ ઠાકોર બંને સગા ભાઈઓ છે અને સૂર્ય દર્શન બિલ્ડીંગ બીજો માળે આવેલા ઘરમાં રહે છે. રાત્રીના સમયે જમવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન જશુ ઠાકોર ઉશ્કેરાઇ ગયો હતો અને નાની એવી બાબતમાં જ સગા ભાઈ બાબુની હત્યા કરી નાંખી હતી.