સુરતઃ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે એવા સમયે કોંગ્રેસમાં આંતરિક વિગ્રહ બહાર આવી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના બે જૂથ પડી ગયા છે. હવે સુરતમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે માથાકૂટના સમાચાર સામે આવ્યા છે.

સુરત કોગ્રેસ પ્રમુખ અને સેવાદળ પ્રમુખ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. પરંતુ બબાલનું કારણ જાણીને તમે ચોંકી જશો. ઓફિસની ખુરસી ખોવાતા તેને લઇને માથાકૂટ થઈ હતી. કોગ્રેસ શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા સેવાદળનાં પ્રમુખ ધર્મેશને ફોન પર ધમકી અને અભદ્ર ગાળો ભાંડી હતી. આ અંગે ધર્મેશ મિસ્ત્રીએ અઠવા પોલીસ મથકમાં IPC 114 323 504 અને 506 2 મુજબ ફરિયાદ નોંધાવી છે.