MLA લખેલી સસરાની કાર લઈને નિકળેલી પુત્રવધુએ એક વ્યક્તિને લીધો અડફેટે, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Mar 2020 09:09 AM (IST)
પ્રવિણ ઘોઘારીના પુત્રવધુ MLA ગુજરાત લખેલી કાર લઈ લંબે હનુમાન રોડ પર આવેલા ઘરેથી કામને લઈને બપોરે બહાર નીકળી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.
સુરતઃ કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધૂએ એક હીરા ખાતાના વોચમેનને અડફેટે લેતાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે ધારાસભ્યના પુત્રે વોચમેનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત થતાં જ લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રવિણ ઘોઘારીના પુત્રવધુ MLA ગુજરાત લખેલી કાર લઈ લંબે હનુમાન રોડ પર આવેલા ઘરેથી કામને લઈને બપોરે બહાર નીકળી હતી. તે દરમિયાન વરાછાના પોદ્દાર આર્કેડ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે બજરંગ ડાયમંડ કંપનીમાં વોચમેન ક્રિષ્ણાસિંહ આનંદી સિંહ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા તે સમયે કારની અડફેટે આવતાં ગંભીર ઈજાઓ થઇ હતી. કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ જણાવ્યું હતું કે, હું ગાંધીનગર છું. મારી ગાડી પુત્રવધુ ચલાવી રહી હતી. વોચમેન રોડ ક્રોસ કરતી વખતે અન્ય કારની અડફેટે આવી જવાથી બચવા અમારી કાર સાથે અથડાઈ ગયો હતો. સ્મીમેરમાં ટ્રીટમેન્ટ કરાવી છે.