Murder Case News: સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે, શહેરના ડિંડોલી વિસ્તારમાં પૈસાની લેવડ દેવડ મામલે એક યુવાનની હત્યા થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બે મિત્રોએ જ ત્રીજા મિત્રને હથિયારોના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો પરિવારનો આરોપ છે. હાલમાં આરોપીએ ફરાર છે અને પોલીસ પકડવા માટે શોધખોળ કરી રહી છે.


સુરતમાં હત્યાની ઘટનાથી ફરી એકવાર પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે. સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે. ઘટનાની વિગતો એવી છે કે, ડિંડોલી વિસ્તારમાં રહેતા એક 23 વર્ષીય યુવાન જેનુ નામ દેવીદાસ પાટીલ છે, જેનો પૈસાની લેવડ દેવડ મામલે ઝઘડો ચાલી રહ્યો હતો. મૃતક દેવીદાસ અને તેના બે મિત્રો જેનુ નામ બાળા અને ચીના છે, તેમની વચ્ચે લેવડ દેવડ મામલે વધુ ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઘટનામાં ગુસ્સે ભરાયેલા બાળા અને ચીનાએ ઘાતક હથિયારોથી 23 વર્ષીય દેવીદાસ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો. દેવીદાસ ઉપર 9 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા, જેમાં દેવીદાસનું મોત નીપજ્યુ હતુ. હાલમાં દેવીદાસના મૃતદેહને શહેરની નવી સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે. તો વળી, બન્ને હત્યારાઓ હાલમાં ફરાર છે. 


મૌલાના સલમાન અઝહરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં, હવે જશે સાબરમતી જેલમાં, આપ્યુ હતુ ભડકાઉ ભાષણ


છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવેલા મુફ્તી મૌલાના સલમાન અઝહરીને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. હાલમાં જ મોડાસા સેશન્સ કોર્ટે ભડકાઉ ભાષણ કેસ મામલે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. મોડાસા સેશન્સ કોર્ટમાં આજે કરવામાં આવેલી સુનાવણી દરમિયાન મુફ્તી મૌલાના સલમાન અઝહરી પર આ નિર્ણય લેવાયો છે, જોકે, મુફ્તી મૌલાના સલમાન અઝહરીને આ પછી સુરક્ષા કારણોસર સાબરમતી જેલમાં મોકલવામાં આવશે. મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ ગયા જાન્યુઆરી મહિને જુનાગઢ, કચ્છમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, એટલુ જ નહીં આ પહેલા મૌલાનાએ અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પણ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. આ પછી તેમની પર ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર કેસ મામલે મુફ્તી મૌલાના સલમાન અઝહરીને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. આજે મોડાસા સેશન્સ કોર્ટે આરોપી મૌલાનાને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હૂકમ કર્યો છે, આ પછી હવે સુરક્ષા કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલવામાં આવશે.  


અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પણ મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ અગાઉ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, જે મામલે મૌલાના વિરૂદ્ધ મોડાસામાં ભડકાઉ ભાષણ અને એટ્રૉસિટી અંતર્ગત ગુનો નોંધાયો હતો. ખાસ વાત છે કે, સુરક્ષાના કારણોસર મુફ્તી મૌલાના સલમાન અઝહરીને શામળાજી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, અને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.


જુનાગઢ અને કચ્છમાં પણ આપ્યું હતુ ભડકાઉ ભાષણ - 
ગઇ 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની એટીએસે મુંબઇથી શુક્રવારે ધરપકડ કરી હતી, આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. હવે મુફ્તી મૌલાના સલમાન અઝહરીના માથે વધુ એક મોટી આફત આવી છે. આજે કચ્છમાં પણ મુફ્તી સલમાન અઝહરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કચ્છના સામખીયારી પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, કેમ કે ગઇ 30 જાન્યુઆરીએ તેમને આવી જ એક ભડકાઉ સ્પીચ આપી હતી.


શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો - 
થોડાક દિવસો પહેલા જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયુ હતુ, આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યુ હતુ, કેમકે આ સભામાં મુસ્લિમ આગેવાનોઓએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢની કોર્ટ પાસે આવેલી નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગઇ 31 જાન્યુઆરી 2024એ રાત્રિના સમયે 8 થી 12:30 ના સમયગાળા દરમિયાન મુસ્લિમ સમાજની સભા યોજાઇ હતી, જેમાં મુંબઇ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સ્પીચનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસે શુક્રવારે જાતે જ ફરીયાદી બનીને ગુનો નોંધ્યો હતો.