નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.99 મીટરે પહોંચી ગઈ છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138 મીટરે પહોંચશે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચશે. સરદાર સરોવરમાં પાણીની આવક 55213 ક્યુસેક છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલતા 54701 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.

મુખ્ય કેનાલમાં 13,500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5935 મિલીયન ક્યુબીક મીટર થયો છે.