નવસારીઃ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના શંકાસ્પદ અકસ્માત મોતનો મામલે પોલીસ વડાએ મોટું પગલું ભર્યું છે.  ગઈ કાલે એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ પીઆઇ એ.આર વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. બદલીના બે કલાકમાં પોલીસ વડાએ પી.આઈ.ને પણ સસ્પેન્ડ કરી દીધા છે. 


નોંધનીય છે કે, ડાંગના વઘઇ ગામના બે યુવાન સુનિલ પવાર અને રવિને ચીખલી પોલીસ ગુનામા શંકાના આધારે ઉંચકી ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. યુવાનોના શંકાસ્પદ મોતના લીધે ચીખલી તેમજ ડાંગ જિલ્લાના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશનને ધામા નાખ્યા હતા. યુવાનોના કયા કારણોસર મૃત્યુ થયા છે અને યુવાનોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ, એવી માંગણી કરી હતી.


યુવાનોના સુરત એફએસએલે સેમ્પલ લીધા પછી બંને યુવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા. ગઈ કાલે ગુરૂવારે સવારે વઘઇ મુકામે બંને યુવાનોની અંતિમવિધિ કરાઇ હતી. વઘઈમાં અણબનાવ નહીં બને તેના માટે પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો. નવસારી જિલ્લામાં પણ આદિવાસી સમાજના આગેવાનોએ તથા સંગઠનોએ યુવાનોના આપઘાત કેસમાં તલસ્પર્શી તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.


વડોદરા સ્વીટી પટેલ મીસિંગ કેસઃ પીઆઇ દેસાઇના ઘરમાં FSLની ટીમે તપાસ કરતાં શું મોટો પુરાવો હાથ લાગ્યો? 


અમદાવાદઃ   વડોદરાના એસઓજી પીઆઇ અજય દેસાઈની પત્નીના ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એફએસએલની ટીમે પીઆઇના ઘરમાંથી તપાસ કરતા લોહીના સેમ્પલ મળ્યા છે. શંકાસ્પદ લોહીના સેમ્પલ મળ્યા છે. આ સેમ્પલને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલના રિપોર્ટ બાદ ખુલાસો થશે. પીઆઇ અજય દેસાઈ પર પ્રબળ શંકા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્વના પુરાવા મળ્યા છે. 


પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં  હજુ પણ કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપી હતી. 


બીજી તરફ ગઈ કાલે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. જોકે, અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે ઇનકાર કરી દીધો હતો. તમામ તૈયારી બાદ અજય દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવા ઇન્કાર કરી દીધો હતો. આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇને લઇ ગાંધીનગર એફએસએલ પહોંચી હતી. આજે સાંજે અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શહેર ન છોડવા આદેશ કર્યો હતો. નાર્કો ટેસ્ટ ન કરાવવાનું કારણ અજય દેસાઇ દ્વારા જણાવાયું હતું. તેમના પત્ની 47 દિવસથી ગુમ છે. 


નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.