સુરતઃ પુણાના 19 વર્ષીય કશ્યપને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતાં. આ અંગે યુવક-યુવતીએ પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી. જોકે, બંનેના પરિવારે લગ્ન કરાવવાનો ઇનકાર કરી દેતા ભાગીને લગ્ન કરવાનું વિચાર્યું હતું. જોકે, આ માટે કારની જરૂર હોવાથી તેણે કારની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ તેની પ્રેમિકાને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત બુધવારે વેસુમાં કાપડ વેપારી મનોજ જૈનના વૃદ્ધ પિતા કપુરચંદને એરગન બતાવીને તેમને કારમાંથી ફેંકી દઇ પુણાના 19 વર્ષીય કશ્યપભેસાણિયા કારની લૂંટ ચલાવી હતી. જેથી મનોજ જૈને તાત્કાલિક પોલીસને જાણ કરતી હતી.
બીજી તરફ કારની ચોરી કરીને યુવક પ્રેમિકા સાથે નવસારી તરફ જઈ રહ્યો હતો. જોકે, પોલીસ દ્વારા અગાઉથી વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન કશ્યપ કાર સાથે નવસારી ટોલનાકા પર પહોંચ્યો હતો. અહીં સ્ટાફે સિસ્ટમ ચાલું ન હોવાનું કહીને કાર ઉભી રખાવી હતી તેમજ નવસારી પોલીસને જાણ કરી દેતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, કશ્યપ 10 દિવસ પહેલા પ્રેમિકા સાથે ઘરેથી ભાગી ગયો હતો અને આગમ આર્કેડમાં આવેલી કુમકુમ હોટેલમાં રોકાયો હતો. હોટલામાં રોકાયા બાદ અન્ય શહેરમાં જવા ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ હતું. નાસ્તો લેવા હોટલની બહાર આવ્યો ત્યારે વૃધ્ધને એકલા જોઇ કાર લૂંટી લીધી હતી. એરગન ઓનલાઇન મંગાવી હતી તે પણ ઘરેથી સાથે લઇ આવ્યો હતો, જે વૃદ્ધને બતાવીને ધક્કો મારી કાર લઈ ભાગી છૂટ્યો હતો. આ પછી હોટલથી પ્રેમિકા સાથે કારમાં કાનપુર જવા નીખલ્યો હતો. કશ્યપ ઘરેથી જે 2.36 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. જોકે, પ્રેમિકા સાથે ભાગવામાં સફળ થાય તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.