નવસારીઃ સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર જાણીતા રિસોર્ટમાં સામૂહિક બળાત્કારની ઘટના બનતાં હાહાકાર મચી ગયો છે. રિસોર્ટમાં કામ કરતી યુવતી પર પાંચ પાંચ શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો દૌર શરૂ કર્યો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, જાણીતા રિસોર્ટમાં કામ કરતી યુવતીને લગ્ન પ્રસંગમાં રોકી રાખવામાં આવી હતી. આઈસ્ક્રીમ ખાધા બાદ યુવતી બેભાન થઈ હતી. જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે નવસારીની ખાનગી હોસ્પિટલમાં હતી. રિસોર્ટમાં બેભાન થયા બાદ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ થયાની લેખિત ફરિયાદ કરવામાં આવી છે. યુવતીએ રિસોર્ટના માલિક સહિત 5 સામે ફરિયાદ કરી છે. ગ્રામ્ય પોલીસે લેખિત ફરિયાદના આધારે તપાસનો દૌર શરૂ કર્યો છે. 


અન્ય એક ઘટનામાં, ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા હાઇપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં યુવતી સાથેના કઢંગી હાલતમાં સી.એ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટના ફોટોગ્રાફ્સ પોલીસને સોંપાયા છે. દિવાડીપુરાના નિસર્ગ કોમ્પ્લેક્ષના 9માં માળે ફ્લેટમાં લૉની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ છે. પીડિત યુવતીનું 164 મુજબ નિવેદન લેવાઈ ચૂક્યું છે.




દુષ્કર્મની ફરિયાદના પાંચમાં દિવસે ગોત્રી પોલીસ પાસેથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ છે. પોલીસ કમિશ્નર શમસેરસિંહે કેસની ગંભીરતા સમજી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે. પોલીસ મજબૂતાઈથી તપાસ કરી રહી છે, તેમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓના વકીલે બંને નિર્દોષ હોવાનું અને નાર્કોટેસ્ટ માટે તૈયાર હોવાની વાત કરી હતી.



હાઈ પ્રોફાઈલ બળાત્કારના કેસનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બળાત્કારના કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી પીઆઇને અરજી કરી અરજીમાં આરોપીએ બદનામ કરી પૈસા પડાવવા બુટલેગર અલ્પુ સિંધીનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવ્યો છે. અલ્પુ સિંધી યુવતીને ખોટી ફરિયાદ કરવા દબાણ કરે છે. યુવતીના ખાતામાં 41 લાખની શંકાસ્પદ એન્ટ્રી પણ મળી આવી છે. 



વડોદરાના સી.એ.ને ત્યાં નોકરી કરતી હરિયાણાની 24 વર્ષની યુવતીએ પોતાના બોસ એવા સી.એ. અને તેના ક્લાયન્ટે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સી.એ. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો અને પછી ફ્લેટ પર આવીને પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો એ પછી મારા ન્યૂડ ફોટા વાયરલ કરતાં મને શંકા ગઇ હતી.  મેં મારા રૂમ ચેક કરતાં એ.સી.ના  પ્લગ પાસે એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો અને આ કેમેરો મેં કાઢી લીધો હતો.









 



વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની ઓફિસમાં કામ કરતી હરિયાણાની 24 વર્ષની યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સી.એ.ના ક્લાયન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.



પીડિતાએ રાજુ ભટ્ટ નામના ક્લાયન્ટ સામે પણ  ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેણે કઇ રીતે બળાત્કાર ગુજાર્યો તેની પણ કેફિયત વર્ણવી છે. પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી  જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું  કહીને ગયા હતા.



બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ  ભટ્ટ આવ્યા હતા. રાજુ  ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી.  તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ?  મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હત.  તે વખતે  મેં ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને   બદનામ કરી દઇશ.