નવસારીઃ હજી લગ્નજીવનની શરૂઆત કરીને ત્રણ મહિના થયા અને પત્નીના ગર્ભમાં 3 માસનું બાળક ઉછરી રહ્યું છે, તેવામાં યુવક ફાંસો ખાઈને જીવન ટુંકાવી લેતા પરિવાર ભાંગી પડ્યો છે. લખપતિ બનવાના સ્વપ્નમાં દેવું વધી જતાં યુવકે આપઘાત કરી લીધો હતો. કેબીસીના નામે ભેજાબાજે 25 લાખ રૂપિયાનો જેકપોટ લાગ્યો હોવાનું કહીને યુવક પાસેથી 1.39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. યુવકે ત્રણ મહિના પહેલા જ લવમેરેજ કર્યા હતા. 


શૈતાની મગજ ધરાવતા ભેજાબાજો ગામડાના ભોળા માણસોની ભોળપણનો લાભ લઈને ઓનલાઈન ફિશિંગ કરીને લૂંટ ચલાવી રહ્યા છે. .કૌન બનેગા કરોડ પતિમાંથી બોલીએ છીએ અને તમે 25 લાખ જીતી ગયા છે એના બદલામાં તમારે ડિપોઝીટ પેટે રૂપિયા ભરવા પડશે અને 1.39 લાખ ભર્યા અને છેતરાવવાનો એહસાસ થતા નવયુવાને જીવન ટુંકાવ્યું. જેની પાછળ પત્નીને નિરાધાર થઈ ગઈ છે. મનમાને મનમાં ઘૂંટાતો નિરલ હળપતિ દેવું વધી જતાં માનસિક તાણ અનુભવતો હતો. આ જ કારમે ખેતરમાં જઈને વૃક્ષ પર ગળેફાંસો આપી લટકી ગયો હતો. હજી પણ બીજા રૂપિયાની ઉઘરાણી ચાલુજ છે એ પોલીસ માટે ચેલેન્જ બની ગયું છે. 


હાલના સમયમાં સાયબર ક્રાઈમ એ પોલીસ માટે ચેલેન્જ બન્યો છે. સાતિરો એટલા હોંશિયાર કે પોલીસ કરતા બે કદમ આગળ હોય ત્યારે ટીવી શોમાં ફેમસ થયેલા કોન બનેગા કરોડપતિને લઈને સાતીરે  લૂંટવાનો પ્લાન ઘડ્યો અને ગરીબ યુવાનને તેનો સાયબર શિકાર બનાવીને રૂપિયાથી લૂંટી લીધો ત્યારે યુવકને પોતે ભેરવાયાનો એહસાસ થતા પોતે આપઘાત કરી લીધો. સાતીર હજી રૂપિયા માટે કોલ કરી રહ્યો છે ત્યારે પોલીસ માટે લોકેશન પકડવું સરળ રહેશે.