સુરત: ગુજરાતમાં કોરોનાને પ્રકોપ યથાવત છે. દિવસેને દિવસે કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરત શહેર  (Surat City) અને ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. જેના પગલે સુરત ગ્રામ્યમાં આજથી તારીખ 30 એપ્રિલ સુધી રાત્રે 8.00 થી સવારે 6.00 વાગ્યા સુધી કરફ્યૂના જિલ્લા કલેકટરે આદેશ આપ્યા છે.  
 

વધી રહેલી કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી લગ્ન કે સત્કાર સંભારંભ માં 100 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. રાજકીય સામાજિક કે અન્ય કોઈ પણ મેળાવડા પર પણ કરફ્યૂના સમય દરમ્યાન પ્રતિબંધ રહેશે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન આવશ્ય સેવાઓને છૂટ આપવામાં આવશે

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સાંજે જાહેર કરેલા આંકડા અનુસાર, સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 913 નવા કેસ અને 15 લોકોના કોરોનાથી મોત થયા હતા. જ્યારે સુરત ગ્રામ્યમાં 239 નવા કેસ અને એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું.  આમ સુરતમાં કોરોનાથી સ્થિતિ ગંભીર બની રહી છે.  

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક બની છે. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે સાંજે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5011 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 49નાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  

રાજ્યમાં અત્યાર સુધી 312151 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે. 

 

ગુજરાતમાં છેલ્લા 10  દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

34,382

227