સુરત:દિવાળી બાદ ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા. તો સુરતમાં કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 લોકો સંક્રમિત થયાનો અહેવાલ છે.
રાજ્યમાં ફરી કોરોના માથું ઉંચકતા કોવિડનું સક્રમણ ચિંતાજનક સ્તરે ન વધે માટે સુરતનું આરોગ્ય કેન્દ્ર એકશન મોડમાં આવી ગયું છે. કોવિડના રસીકરણ પર ભાર મૂકવા માટે કેટલાક નિયમો ઘડાયા છે. જે સોમવારથી લાગૂ થઇ જશે.
કોરોનાની દહેશત વધતાં સુરત પાલિકાનું આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ બાકી હોય તેવા લોકોને પાલિકા કચેરી, બસ, બગીચા, ઝૂ સહિતનાં જાહેર સ્થળોએ સોમવારથી પ્રવેશ નહીં મળે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં પ્રથમ ડોઝની 106% અને બીજા ડોઝની 76% કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સુરતમાં તમામ જાહેર સ્થળોએ બંને ડોઝ બાકી હોય તો પ્રવેશ નહીં મળે અને બીજા ડોઝ માટે એલિજિબલ થયા હોય તેવા તેવા 6.68 લાખ લોકોએ પ્રવેશ મેળવવો હોય તો કોવિડ ટેસ્ટ ફરજિયાત રહેશે.
નોન વેક્સિનેટ લોકોને આ સ્થળે નો-એન્ટ્રી
1. પાલિકાની મુગ્લીસરા સ્થિત મુખ્ય કચેરી
2. શહેરના તમામ બાગ-બગીચા
3. તમામ ઝોન ઓફિસ- વોર્ડ ઓફિસો
4. સરથાણા નેચર પાર્ક
5. એક્વેરિયમ, ગોપી તળાવ
6. તમામ લાઇબ્રેરીઓ
7. સાયન્સ સેન્ટર
8. તમામ તરણકુંડો
9. સિટી બસ-બીઆરટીએસ વગેરે
આ તમામ સ્થળોએ સોમવારથી કોવિડના બંને ડોઝ ન લીધેલી વ્યક્તિને પ્રવેશ નહીં મળે જ્યારે બીજા ડોઝ માટે એલિજિબલ થઈ ગયા હોય તેવા 6.68 લાખ લોકોએ પ્રવેશ મેળવવો હોય તો કોવિડ ટેસ્ટ ફરજિયાત