સુરતઃ ભુજ પછી સુરતમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલા ક્લાર્કને સ્મીમેર હોસ્પિટલમાં નિર્વસ્ત્ર કરીને ફિટનેસ ટેસ્ટ કરવામાં આવતાં સુરતમાં હોબાળો મચી ગયો છે. આ અંગે પાલિકા યુનિયન દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે. થોડા જ સમયમાં ગુજરાતમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તનની બીજી ઘટના સામે આવતાં લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, જે મહિલાઓને ક્લાર્ક તરીકેના ત્રણ વર્ષ પૂરા થયા છે, તેમને કાયમી કરતા પહેલા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ આપવા ગયેલી મહિલા ક્લાર્કને 10-10ના ગ્રુપમાં રાખી ફિટનેસ ટેસ્ટ કરાયો હતો. એટલું જ નહીં, મહિલા ક્લાર્કને નિર્વસ્ત્ર કરાવી ફિંગર ટેસ્ટ કરાયો હતો.
આટલું ઓછું હોય તેમ જે મહિલા અપરણિત છે તેમને ભૂતકાળમાં ગર્ભવતી હતા કે નહીં તેમ પૂછવામાં આવ્યું હતું. આ બાબતે પાલિકા યુનિયનના હોદ્દેદારે પાલિકા કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે.
સુરતમાં દીકરીઓનું અપમાનઃ મહિલા ક્લાર્કને નિર્વસ્ત્ર કરી ફિટનેસ ટેસ્ટ કરાયો હોવાનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 10:01 AM (IST)
સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ માટે ગયેલી મહિલા ક્લાર્ક સાથે અભદ્ર વર્તન કરાયાનો આક્ષેપ. પાલિકા યુનિયને પાલિકા કમિશ્નરને પત્ર લખી કરી ફરિયાદ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -